________________
દશ શ્રાવકે
૨૭૩
દેવમાયા હતી. એટલે પશ્ચાતાપ કર્યાં. સાચા શ્રાવક ધમ થી કદી ડગે નહિ, તેમણે પ્રાયશ્ચિત લીધું. છેવટે પવિત્ર જીવન ગાળી કાલધમ પામ્યા.
મહા શતક.
મહાશતક રાજગૃહીના ખૂબ પૈસાદાર શેઠ હતા. તેમને ૨૧ ક્રાડ સામૈયાની ને એંશી હજાર ગાયોની મુડી હતી. તે રૈવતી વિગેરે તેર સ્રીઓને પરણ્યા હતા. એમાં રૈવતી પાતાના પિયરથી ૮ ક્રાડ સામૈયા ને એક ગોકુળ લાવી હતી.
પ્રભુ મહાવીરને સમાગમ થતાં મહાશતક શ્રાવક બન્યા. એટલે કે આનંદ જેમ વ્રતધારી બન્યા ધર્મની વાતેામાં તેમને ખૂબ રસ પડવા લાગ્યા. એટલે ધણા ખરા વખત તેમાંજ પસાર કરે.
રેવતીને આ ગમે નહિ. તેને પૈસાનું ખૂબ અભિમાન, વળી સ્વભાવ બહુ ઝેરીલા, એટલે શાકા કાંટાની પેઠે ખુંચે. તેણે અનેક પ્ર'ચ કર્યાં ને ધીમે ધીમે છ શાકાને ઝેર આપી પરલેાક પહેોંચાડી દીધી. બીજી છના કાઈ પણ
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com