________________
દશ શ્રાવકે આત્મકલ્યાણ કરી શકે.
સાલ પુત્ર એક જબરજસ્ત કુંભાર હતા. તેમને પાંચસે વાસણે વેચવાની દુકાને હતી. ત્રણ કરોડ રૂપિયાની મિલ્કત હતી. તે ગોશાળાના પંથમાં ભળેલા હતા. ગોશાળાના પાકા ભગત હતા.
ગોશાળાના મતમાં એમ હતું કે બધી વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે થયે જાય છે. એ માટે મહેનત કરવાની જરૂર નથી. એક વખત તેને વધામણી મળી. આવતી કાલે અરિહંત ભગવાન પધારશે. તેમની ખુબ સેવા ભક્તિ કરજે, સદ્દાલપુત્રને આ સાંભળી ખુબ હરખ થે. તે સમયે કે કાલે મારા ગુરુ પધારશે. હરખમાં ને હરખમાં તેણે રાત પસાર કરી. બીજા દિવસનું વ્હાણું વાતાં પ્રભુ મહાવીર ત્યાં પધાર્યા એટલે તે ગ. વંદન કરીને તેણે પ્રભુને ઉપદેશ સાંભળે. પ્રભુ મહાવીરે જાણ્યું આ ઉપદેશ દેવા લાયક છે એટલે તેને ત્યાં ગયા. થોડા દિવસ વાસ કર્યો. પછી તેને સાચી દિશા સમજાવવાનો અવસર જોવા લાગ્યા.
એક વખત સદ્દાલ પુત્ર કાચા વાસણ તડકે સુકવતો હતો ત્યારે પ્રભુ મહાવીરે પૂછ્યું
સદ્દાલપુર! આવા સુંદર વાસણ શી રીતે બનાવ્યા? સદ્દાલપુત્ર કહે, ભગવાન ! ખાણમાંથી માટી લાવ્યું. તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com