________________
દેશ શ્રાવકા
આ કાલાહુલથી સુરાદેવની સ્ત્રી જાગી ઉઠી. તે સુરાદેવ આગળ આવી પહેાંચી. બધી હકીકત જાણીને બાલીઃ નાથ ! પુત્રા તે એ ધસઘસાટ ઉંધે. આપ દેવમાયાથી છેતરાયા તેનું પ્રાયશ્ચિત ક્લ્યો. સુરાદેવે તેનું પ્રાયશ્ચિત લીધું ને પછી પવિત્ર જીવન પસાર કર્યું. છેવટે અણુશણ કરી દેતુ છેાડયા. ધનના ઢગલામાં વસવા છતાં આટલી હદ સુધી પવિત્ર જીવન ગાળનાર કેમ ન વખણાય?
.
૨૬૯
ચુલ્લગશતક
આલંભિકા નામે નગરમાં ચુલ્લગશતક રહેતા હતા. અઢાર કરાડ સાનૈયા ને આઠ હજાર ગાયાના તે સ્વામી હતા. બહુલા નામે તેમને સ્ત્રી હતી. આનંદ ને કામદેવની માફક તેમને પણ પ્રભુ મહાવીરને પવિત્ર સમાગમ થયે હતા. અને તેથી તેમનું જીવન સંયમી બન્યું હતું ચુલગશતકની સુરાદેવની માફક પાછલી ઉમ્મરમાં કસોટી થઇ હતી. તેમાં તે પુત્રાના મરણથી તેા ન ડગ્યા. પણ ધન ફેકી દઇને ભીખારી કરી નાખવાની ધમકીથી ડગ્યા. આખરે તે દેવમાયા હતી એમ સમજાયું ને પછીથી કાઈ વખત કશાથી ડગ્યા નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com