________________
મુનિશ્રી હરિકેશ
૨૦૧ હિંસા કરે છે, જુઠું બોલે છે. બ્રહ્મચર્ય પાળતા નથી ને માલમિલકત રાખો છો. તો પુણ્યક્ષેત્ર કેવી રીતે ? પુણ્યક્ષેત્ર તે તે કહેવાય જે અહિંસા પાળતા હૈય, સત્ય વચન બેલતા હેય, બ્રહ્મચર્ય પાળતા હોય ને માલમિલ્કતના ત્યાગી હોય.
આ સાંભળી પાસે ઉભેલા શિષ્ય તપી ગયા. તેમને લાગ્યું કે ગુરુનું આ અપમાન થાય છે. એટલે તે તાડુકીને બોલ્યાઃ અરે મૂઢ ? અમને બધી ખબર પડે છે કે કર્યું પુણ્યક્ષેત્ર છે ને કહ્યું પાપક્ષેત્ર છે. તારી લવરી બંધ કરી ચા જા.
આ સાંભળી મુનિના મુખવડે પેલા યક્ષે જવાબ આ મેં ઘરબારને ત્યાગ કરે છે. બ્રહ્મચર્ય પાળું છું. અહિંસા ને સત્યના માર્ગે વિચરું છું. જો મારા જેવાને તમે અન્ન નહિં આપે તે આવડા મોટા યાનું શું ફળ થશે !
આ સાંભળી ઉપાધ્યાયની આંખ લાલચોળ બની ગઈ. તેણે શિષ્યને હુકમ કર્યો. આ દુષ્ટને બરાબર પાસરે કરે. નહિતર એને બડબડાટ એ નહિ મૂકે.
શિષ્ય ઉઠયા. જેના હાથમાં જે આવ્યું તે લીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com