________________
-
-
-
સેવામૂતિ નંદીષેણ
૨૨૩ કિને બેલ્યાઃ અરે અધમ ! હું મરવા પડ છું ને તું નિરાંતે ખાય છે ? કેટલીવાર થયા સંદેશો કહેવડાવ્યું છે ત્યારે તું અત્યારે આ ! તારો સેવાભાવ છેને! આવી જ તારી સેવાની પ્રતિજ્ઞા નંદીષેણ કહેક્ષમા કરે મુનિરાજ ! મારાથી વાર થઈ ગઈ. ત્યે આપના માટે શુદ્ધ પાણી લાવ્ય છું તે વાપરે. એમ કહી તેમને પાણી પાયું. પછી કહ્યું: આપ જરા બેઠા થાવ. એટલે પેલા મુનિએ ક્રોધથી કહ્યું અરે જડ ! જોતું નથી હું કેટલે અશક્ત છું. મારામાં તે પડખું ફેરવવાની તાકાત નથી. નંદીષેણ બેલ્યા હશે ! હું આપને બેઠા કરું છું. એમ કહીને બેઠા ક્ય. પછી કહ્યુંઃ આપની ઈચ્છા હોય તો ગામમાં લઈ જાઉં. ત્યાં આપને વધારે શાંતિ મળશે. પેલા મુનિએ હા કહી એટલે તેમને સાચવીને ખભે બેસાડ્યા.
તે બહુ સાચવીને ચાલવા લાગ્યા કે રખેને બિમાર મુનિને દુખ ન થાય. પણ પેલા મુનિને તો પરીક્ષા કરવી હતી. એટલે પિતાનું વજન વધારવા લાગ્યા. નંદીષેણ તપ કરી કરીને અશકત થઈ ગયા હતા એટલે ખુબ વજનથી ધ્રુજવા લાગ્યા. આથી પેલા મુનિ બેલ્યા અરે નંદીષણ! તને તે ચાલતાં આવડે છે કે નહિ ? મારું આખું શરીર હચમચાવી નાંખ્યું. તારા જેવા તો સેવા કરનાર કોઈને ન જોયા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com