________________
૨૬૦
દશ શ્રાવકે શકું તેમ નથી એટલે મારી શક્તિ પ્રમાણેની પ્રતિજ્ઞાઓ લઈશ. એમ કહી તેમણે પ્રભુ આગળ પ્રતિજ્ઞાઓ લીધી.. એનો સાર એ હતો કે રાગ ને દ્વેષ જીતનારને જ દેવ માનવા.. પૈસા તથા સ્ત્રીને મેહ છોડનાર પાંચ મહાવ્રત પાળનારને જ ગુરુ માનવા. દયા ધર્મને જ ધર્મ માને.
કોઈ પણ પ્રાણીને સતાવવું નહિ. જુઠું બોલવું નહિ. માલિકની રજા સિવાય કેઈપણ વરંતુ લેવી કે ખસેડવી નહિ. પિતાની સ્ત્રીથી જ સંતોષ માનવો છે એટલા ધનથી જ સંતોષ રાખવો. જીવનમાંથી મોજશોખ તદ્દન ઓછાં કરી નાખવા એટલે કે કપડામાં બે સુતરાઉ વસ્ત્ર પહેરવા. ઘરેણાંમાં કાને સેનાની કડી ને હાથે નામવાળી વીંટીજ રાખવી. ખોરાકમાં એક જાતના ચોખા, વટાણા ને મગ અડદ એ ત્રણ કઠોળ, ત્રણ લીલા શાક, એક જાતનું પીણું, મીઠાઇમાં ઘેબર ને ખાજાં તથા જમણમાં વડાં ને કરી. તંબોલમાં પંચસુગંધી તેલ એ સિવાય બીજા પદાર્થો વાપરવા નહિ. નાહક આત્મા મલિન થાય તેવા કામો કરવા નહિ. જેમકે ગપ્પા મારવાં નહિ જુગાર રમવું નહિ. ગમે તેવા ટીખળ કરવા નહિ. બીજાને જાન જાય તેવા હથિયારો તૈયાર રાખવા નહિ. બે ઘડી ધર્મધ્યાન કરવું. પર્વના દિવસે આખે દિવસ ધર્મધ્યાનમાં ગાળો. વખતે વખતે બધી છુટે. ઓછી કરી ખુબ સંયમી જીવન ગાળવું. સાધુઓને ભકિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com