________________
૨૬૨
દશ શ્રાવકે
થયા છે. વહેવારની જંજાળમાં મારાથી ધર્મ ધ્યાન થઈ શકતું નથી એટલે તને બધા ભાર સોંપી હું ધર્મધ્યાન કરવા ઇચ્છું છું. મેં આજ સુધી ઘણી ખેતી કરી,ધણા વેપાર કર્યો. હવે એ જ જાળમાં રહેવા ઇચ્છા નથી. એમ કહી મેાટા પુત્રને બધા કારભાર સોંપ્યા. પેાતે પાસેના કાહ્લા નામના ગામડામાં એક પૈાધશાળા આવી હતી ત્યાં ગયા. ત્યાં રહી સુવા બેસવા માટે ઘાસની પથારી બનાવી. ઝાડા પેશાબ માટે નિર્દોષ જગ્યાની ગોઠવણ કરી. અહીં રહી તેએ લગભગ સાધુ જેવું જ જીવન ગાળવા લાગ્યા. (૧૧ પડિયાએ વહન કરવા લાગ્યા).
આવું જીવન જીવતાં તેમનું મન ખુબ નિર્મળ થયું. વિચારા બહુ ઉંચા પ્રકારના થયા. તેમની પાસે જનાર પર તેમની પવિત્રતાની છાપ પડવા લાગી. એમ કરતાં ઘણાં વર્ષો ગયા. તેમને હવે લાગ્યું કે આ શરીર બહુ ટકશે નહિ એટલે પોતાનું જીવન સંભાયું. તેમાં થયેલી સધળી ભૂલાની બધાની પાસે ક્ષમા માગી. પેાતાના વ્રત સંભાર્યાં. તેમાં જે કાંઇ દોષ થયા હેાય તેની પણ ક્ષમા માગી અને કહ્યું: આ સકલ જગતના જીવે ! તમે મારા મિત્રા છે. જાણ્યે અજાણ્યે તમારા તરફ઼ે કાંઇ પણ અપરાધ થયો હોય તે! ક્ષમા આપજો, તમે કાંઇ પણ એવું કામ મારા તરફ કર્યું... હાય તેની તમને ક્ષમા છે. પછી બધી જાતના આહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com