________________
૨૬૧
દશ શ્રાવકે ભાવે નિર્દોષ આહારપાણી આપવા. મરણથી ડરવું નહિ. પિતાનું આત્મકલ્યાણ નિર્ભય પણે સાચ્ચે જવું વગેરે.
આ પ્રમાણે વ્રત લઈને તે ઘેર આવ્યા. ત્રત લીધાની વાત શિવાનંદાને કરી એટલે શિવાનંદા પણ પ્રભુની પાસે ગઈ ને તેણે પણ વ્રત ગ્રહણ કર્યા.
હવે આનંદ તથા શિવાનંદ બરાબર ત્રત પાળે છે. એવી રીતે ચૌદ વર્ષ પસાર થઈ ગયા. પંદરમા વર્ષની શરૂઆત થઈને રાત્રે આનંદશ્રાવકને વિચાર આવે અહો ! મહાવીર પ્રભુને ધર્મ લીધે આજે પંદરમું વર્ષ શરૂ થયું. મને જે ધર્મબોધ મળે છે તે અજોડ છે. એ પ્રમાણે વર્તન કરૂં તે જરૂર મારૂં આત્મકલ્યાણ થાય. પણ હું આ નગરને આગેવાન છું એટલે અનેક જાતનાં કામમાં ભાગ લેવો પડે છે. મારા કુટુંબનો પણ આધાર છું એટલે તેના પણ ઘણા સારા મોટા કામમાં ભાગ લેવો પડે છે. આ બધી ધમાલમાં હું આત્મકલ્યાણ કરી શકતું નથી. જે આમજ દિવસો પસાર થશે તો મારા મનોરથ રહી જશે. હવે હું એકાંતમાં રહીને ધર્મધ્યાન કરૂં ને આ બધો કારભાર મારા પુત્રને સંપી દઉં.
એમ વિચાર કરી સવારમાં પિતાના કુટુંબના માણસેને જમવા નોતર્યા. તેઓ જમી રહ્યા એટલે આનંદ પિતાના મોટા પુત્રને કહેવા લાગ્યાઃ પુત્ર ! હવે ઘરડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com