________________
૨૫૮
દશ શ્રાવકે
આ વખતે આનંદની જમીન પર પાંચસો હળ કામ કરતાં. પાંચસે ગાડાં તેના કામ માટે રોકાતાં. બીજા પાંચસે માલ ભરી વેપાર કરવા જતા. આ ઉપરાંત ચાર મોટા બહાણે પિતાને ત્યાં વસ્તુ લઈ જવા લાવવા માટે રાખ્યા હતા. ચાર હાણો પરદેશમાં ફરતા રાખ્યા હતા.
લેભને કાંઈ થોભ હોય છે? જેમ જેમ લાભ તેમ તેમ લેભ. આનંદને થતું કે હું એ પૈસાદાર થાઉં કે મારા જેવો કઈ હાય નહિ આથી તે ખૂબ કામમાં મચ્ચે રહે. તેની કુશળતાથી તેને ધન મળવા લાગ્યું પણ સાથે સાથેજ મન પર બેજ પણ ખૂબ વધવા લાગે. એથી આનંદને હવે લાગવા માંડયું કે ધનથી મળતું સુખ ઘડીભરનું છે. તેનાથી મળતો આનંદ છીછરો છે. થોડીવાર જ ટકે છે. એટલે કાંઈક એવું કરું કે મને સાચો આનંદ મળે. આમ વિચાર કરતાં કેટલાક દિવસો પસાર થયા.
: ૨ :
આજે દૂત પલાશ બગીચામાં પ્રભુ મહાવીર પધાર્યા છે. રાજા ને રૈયત તેમના દર્શન માટે ઉલટભેર જઈ રહ્યા છે. ત્યાં જઈને અમૃતવાણી સાંભળે છે.
આનદને આ વાતની ખબર પડી એટલે બહુ આનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com