________________
દશ શ્રાવકે
૨૫૭
કુળતા. તેણે ધીમે ધીમે પણ વધારવા માંડી. ઉદ્યમી માણસને શું નથી મળતું ?
આ જોઇ બીજા ખેડુતેા તેની પાસે આવવા લાગ્યા. ખેતીમાં તેની સલાહ લેવા લાગ્યા. આનદ ખૂબ પ્રેમાળ એટલે પ્રેમથી તેમને સલાહ આપે. સાચા મને સલાહ મળે ત્યાં સામાને પ્રેમ કેમ ન થાય ? સલાહ લેનારા તેને ખૂબ ચાહવા લાગ્યા. ધીમે ધીમે આનંદને ત્યાં જમીન ને ગાયોના ધણેા વધારા થયા. ઉપજના પણ ધણા વધારા થયા.
તેનામાં ગુણેા હતા ને ધન મળ્યું એટલે તેનું માન ધણુંજ વધ્યું. કામ પડયે તેને ખેાલાવીને સહુ સલાહ માગવા લાગ્યા. શું રાજન! શું રૈયત ! અને બનતું પણ તેવુંજ કે આનંદની સલાહુ બરાબર સાચી પડતી એટલે તે બહુ બુદ્ધિશાળી આગેવાન ગણાવા લાગ્યા. મેટા માટા રાજરજવાડાઓમાં પણ તેનું ખૂબ માન વધ્યુ
આનન્દ્વના હવે વૈભવ ખુબ વધ્યા. બીજાની માફ્ક ધન મળે એટલે તે છકી જાય તેવા ન હતા. તેમ જરાએ ઉડાઉ પણ ન હતા. તેણે પાતાની મિલકતની સુંદર વહેંચણી કરી. ચાર ક્રેાડ સામૈયા વ્યાજે ફરતા રાખ્યા. ચાર ક્રેડ જાગીર ને મકાનામાં નાંખ્યા ને ચાર મોટા ગાળ રાખ્યા. ગાકુળ એટલે દશ તુજાર ગાય.
919
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com