________________
મહારાજા સંપ્રતિ.
હાટે હાટે ને ચાટે ચાટે એક જ વાત. શેરીએ શેરીએ ને ઘેર ઘેર એક જ વાત. શું સુરદાસનું સંગીત ! શું સુરદાસની કળા !
પાટલીપુત્ર આખુંચે તેની પાછળ ગાંડુ થયું છે. તે જ્યાં જાય ત્યાં પિતાની સારંગી છેડે. એ સાંભળી લેકે ભાન ભૂલે. હાથે ત્યાં હાથ ને પગ ત્યાં પગ. કોઈ ઉંચુંયે ન થાય. ખારેયે ન ખાય. ઉધરસે ન ખાય. એ તે જાણે જીવતાં પુતળાં.
ઘરડાઓ વાત કરે ભાઈ માથે પળિયાં આવ્યાં પણ આવું સંગીત ક્યાંઈ સાંભળ્યું નથી. મુસાફરે પણ કહે, ઘણા દેશ જોયા, ઘણું ગીત સાંભળ્યાં પણ આવું ગીત સાંભળ્યું નથી.
પાટલીપુત્રના મહારાજા અશોકને આ વાતની ખબર પડી. કેઈ અજબ - ગામમાં આવેલ છે. એટલે લેવાને પાલખી મોકલી. સાથે બે મંત્રીઓને મોકલ્યા અને કહ્યું: સુરદાસને સાચવીને રાજરાભાએ તેડી લાવો. કળાકારનું કરીએ તેટલું માન ઓછું છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com