________________
મહારાજા સંપ્રતિ
૨૫૩
સ્રખત શિક્ષા કરશે.આ પ્રમાણે કેટલાંક વર્ષે અનાનિ પણ સાધુ સાથે કેમ વર્તવું તે શીખવી દીધું. પછી એક વખત ગુરુરાજને વિન ંતિ કરી: હે ભગવાન્ ! આ સાધુ અનાર્ય દેશમાં કેમ જતા નથી ! ગુરૂ કહે, અનાર્ય દેશમાં જવાથી સાધુના ચારિત્રને નુકશાન થાય. સ ંપ્રતિ કહે, પણ આપ તેમને એક વખત માકલી તેમની પરીક્ષા તા કરા. સંપ્રતિના ખુબ આગ્રહથી ગુરૂદેવે ઘણા અનાર્ય દેશામાં સાધુઓને મેાકલ્યા. ત્યાં તેમને કાઈ પણ જાતની અડચણ પડી નહિ.તેઓએ અનાર્યમાં પણ જૈન ધર્મ ના પ્રચાર કર્યાં. તેમણે ઠેર ઠેર ખડકા પર જૈનધમની આજ્ઞા કાતરાવી, ઠેર ઠેર હીંસા નહિ કરવાના ફરમાન કાઢયા.
આ પ્રકારે હિંદુ અને હિંદ બહાર મહારાજા સપ્રતિએ જૈન ધર્મના ધણી રીતે પ્રચાર કર્યો.
કહેવાય છે કે તેમણે સવા લાખ નવા જૈન મદિરા બંધાવ્યાં. છત્રીશ હજાર જુના મશિને સમરાવ્યાં. ૯૫ હજાર પિત્તળની પ્રતિમાએ બનાવરાવી. અને દેશેદેશમાં જૈનધમ ના ઉપદેશકા માકલી જેને બનાવ્યા. એ વખતે ૪૦ ક્રાડ જેનાની વસ્તી થઈ હતી. ( ઈસુખ્રિસ્ત અથવા મહમ્મદ પયગમ્બરના આ વખતે જન્મ ન હતા.)
સંપ્રતિ રાજા જૈન ધર્મોના મહાન પ્રચારક હતા છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com