________________
મહારાજા સંપ્રતિ
૨૫૧ કરે સેવા કરે ને શાતા પૂછે. આ બધા શેને પ્રભાવ ? એક સાધુધર્મને. એટલે મરતી વખતે શુભ ભાવના થઈ. અહે ! એક દિવસના ચારિત્રનું આટલું ફળ તે ઘણાં વર્ષના ચારિત્રનું કેવું ફળ હશે! માટે ભવભવ મને સાધુધર્મને લાભ થજે. આમ જૈનધર્મની પ્રશંસા કરતાં તેણે દેહ છોડ. તે મરીને હે રાજન! તું કુણાલનો પુત્ર .
આ બધી વાત સાંભળી સંમતિનું હૈયું ઉપકારથી દબાઈ ગયું. તેણે હાથ જોડીને કહ્યું હે ગુરુરાજ ! પૂર્વ ભવમાં તમે મને દીક્ષા ન આપી હોત તો હું આ હાલતમાં ક્યાંથી હેત? હવે આ ભવમાં મને સાચે માર્ગ બતાવી મારું જીવન સુધારે.
આર્ય સુહતી મહારાજ કહે, તું જૈન ધર્મ અંગીકાર કર. જૈનધર્મના દહેરાં બંધાવ. જૈન સાધુઓની ભકિત કર. આ ઉપરથી સંપ્રતિ રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. પિતાનાથી બને તેટલું પવિત્ર જીવન ગાળવા નિશ્ચય કર્યો.
વળી તેણે વિચાર્યું: જગતભરમાં અહિંસાથી શાંતિની સ્થાપના કરનાર તીર્થકરે; તેમના કીર્તિસ્થંભે અથવા મુંગો સંદેશો આપાર જિનમંદિરે જીવતો સંદેશ આપનાર દિીક્ષાધારી સાધુઓ, જે આ બધે પ્રચાર પામે તે અહા ! કેવું સારું! હજારના લેહીથી ખરડાએલી ભૂમિમાતા વર્ગ જેવી બની જાય. બધા મનુષ્ય ને પ્રાણીઓ ભાઈની માફક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com