________________
મહારાજ સંપ્રતિ
૨૪૯
એક વખત તે ઉજજેણીમાં આવીને રહ્યા હતા. રાજગોખે બેસીને નગરની શોભા જોતા હતા. એવામાં જીવંત સ્વામીને (મહાવિરરવામીની પ્રતિમા તે નામે ઓળખાતી હતી) મે વરઘેડ નીકળે. તેની અંદર આર્ય સુહસ્તી નામે મહાન આચાર્ય સામેલ હતા. તેમના સેંકડે સાધુઓ તથા બીજા શ્રાવકો પણ સામેલ હતા.
સંપ્રતિએ મહેલમાં ઉભા ઉભા દૂરથી આ બધું જોયું તેમાં એ આર્યસુહરતીને જયા એટલે તેને લાગ્યું કે તેમને ક્યાંઈક જોયા છે. પણ ક્યાં જોયા છે તે યાદ ન આવ્યું. કયાં જોયા છે તેને વિચાર કરતાં કરતાં સંપ્રતિને મૂર્છા આવી ને જાતિરમરણ જ્ઞાન થયું તેમાં તેણે જોયું કે તે પોતાના પૂર્વ ભવના ગુરુ છે. એટલે તરત જ નીચે ઉતર્યો ને તેમના ચરણમાં પડે. પછી પૂછયું ગુરુદેવ! મને આપ ઓળખો છો ? આર્યસુહરતી મહારાજ કહે, રાજન! તને કેણન ઓળખે? સંપ્રતિ કહે, એમ નહિ. કંઈ વિશેષ રીતે ઓળખો છે? આચાર્ય મહારાજ મહાજ્ઞાનવાળા હતા. તેમણે જ્ઞાન વડે તેને પૂર્વભવ જે. એટલે બેલ્યા: રાજન! તને બરાબર ઓળખું છું. તારા પૂર્વભવની વાત સાંભળ.
એક વખતે હું ને આર્યગિરિ મહારાજ કૈશાખી નગરીમાં વિચરતા હતા. તે વખતે ભયંકર દુકાળ પડયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com