________________
મહારાજા સંપ્રતિ
૨૪૭ અથાગ પરાક્રમી છે. ભારતની ભોમ તેમનાથી સભાગણ છે.
: ૩ :
સંપ્રતિ દિવિજય કરીને પાછા ફરે છે. પાટલીપુર આખું હરખમાં ઘેલું થયું છે. ધન્ય અમારે રાજા ! ધન્ય મહારાજા સંપ્રતિ ! આખું નગર શણગારાયું છે. શેરીએ શેરીએ દુકાને દુકાને ધજા પતાકા ફરકે છે. નગરજને તેમને જેવા સામટા ઉમટયા છે. રાજમારગમાં ક્યાંઇ નીકળાય તેમ નથી.
સંપ્રતિ હાથીના હેદે બેસી નગરમાં પધાર્યા. નગરજનોએ બુલંદ અવાજે મહારાજા સંપ્રતિની જે બેલાવી. તેમના પર આખા રસ્તે ફુલને વરસાદ વરસ્ય. નમરકારને વરસાદ વરસ્ય. મહારાજા અશક થોડા વખત પહેલાં જ ગુજરી ગયા હતા. એટલે તે સીધા પોતાની માતાના મહેલે ગયા.
દીકરે ત્રણ ખંડ ધરતી છતીને ઘેર આવે તો કઈ માતાને હરખ ન થાય ! સંપ્રતિની માતાને પણ ખુબ હરખ થયે. છતાં તેને તરતજ બીજો વિચાર આવે ને તે શાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com