________________
૨૪૨
સ્થલિભદ્ર
થઇ. હવે એવી ભૂલ નહિ કરેં. ભદ્રબાહુ સ્વામી કહે, પણ હવે મારાથી તમને અભ્યાસ કરાવાય નહિ.છેવટે સ થે મળીને વિન ંતિ કરી ત્યારે ભદ્રબાહુ સ્વામીએ બાકીના ભાગ જણાવ્યા. પણ તેના અર્થ શીખવ્યા નહિ.
થૂલિભદ્રજી સર્વ શાસ્ત્રના જાણકાર થયા. એમના પછી કહેવાય છે કે કાઇ બધા શાસ્ત્રના જાણકાર થયા નથી. હવે ભદ્રબાહુ સ્વામીનું મરણ પાસે આવ્યું. તેમની જગા સાચવનાર અત્યંત બાહેાશ ને જ્ઞાની સાધુ જોઇએ. તે સ્થૂલિભદ્ર હતા. તેથી તેમને પાટે બેસાડયા. સ્થૂલિભદ્ર આખા હિંદના જૈન સંધના આગેવાન થયા.
એ પાતાના ચારિત્ર ને ઉપદેશથી ખુબ ઝળકયા. દેશભરમાં તેમને! જય ગાજ્યા. તેમના ઉપદેશથી લાખા માણસાનાં કલ્યાણ થયા. નવાણું વર્ષની ઉંમર થતાં અણુશણ ફરી તેઓ કાળધર્મ પામ્યા.
કહેવાય છે કેઃ
શાંતિનાથ ભગવાન કરતાં બીજો કાઈ દાની નથી. દર્શાણભદ્ર રાજા કરતાં બીજો કાઈ માની નથી. શાલીભદ્રથી વધારે કાઇ ભાગી નથી. ને સ્થૂલિભદ્રથી વધારે કાઇ ચેાગી નથી.
આવા મહાપુરુષના આપણાથી તે કેટલા વખાણ થાય ! જગ જીવશે ત્યાં સુધી સ્થૂલિભદ્રને વખાણશે.
આ સયમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com