________________
૨૩૬
શ્રી ટ્યૂલિભદ્ર તેવા માણસનું પણ મન ચળી જાય.
ચોમાસાના દિવસે, કોશા જેવી પિતાની પ્રિયા, આજુબાજુ ચિત્તને ચળાવનાર ચિ, વળી નિત્ય નવાં ભજન કરે. છતાં ચૂલિભદ્ર જરાયે ડગે નહિ. કોશા આવી તેમને ઘણું ઘણું સમજાવે. તેમની આગળ સંગીત છેડે, નાચ કરે પણ સ્થલીભદ્રને કાંઈ નહિ. છેવટે કોશાને જ પોતાના જીવન માટે ધિક્કાર છુટે. તેણે કહ્યું: હે પૂજય ! હું ભૂલી. તમે ખરેખર સાધુ બન્યા છો તે હવે મને સાચે રસ્તો બતાવો. રઘુલિભદ્રે તેને ધર્મ સમજાવ્યું કેટલાક ત્રત આપ્યાં.
પહેલા સાધુ, સિંહની ગુફા આગળ ઉપવાસ કરીને રહ્યા હતા. તેમના તપથી સિંહ શાંત થઈ ગયે. મુનિને કાંઈ નુકશાન થયું નહિ. બીજા બે સાધુને પણ એમજ થયું. એટલે ચોમાસું પૂરું થયે ચારે સાધુઓ ગુરુ પાસે આવ્યા. ગુએ પહેલાને પૂછ્યું હે ! દૂકર (મુશ્કેલ) કામ કરનાર તમને કુશલ છે? બીજાને પણ એમજ પૂછયું. ત્રીજાને પણ એમ જ પૂછયું. જ્યારે સ્યુલિભદ્ર આવ્યા ત્યારે તેમને પૂછયું: હે દુષ્કર કામ કરનાર તમને કુશલ છે? આ સાંભળી બીજા સાધુઓને અદેખાઈ થઈ. તેમણે વિચાર્યું. આ મંત્રીને પુત્ર છે માટેજ ગુએ તેને વધારે માન આપયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com