________________
સ્થૂલિભદ્ર
૨૩૯
ઃ ૬ ઃ
સ્થૂલિભદ્ર અખંડ બ્રહ્મચર્ય પાળે છે. પેાતાના મનને સદા કાબુમાં રાખે છે. પેાતાના હૃદયને પવિત્ર કરે છે. આમ જીવન જીવતાં તેએ એક ઠેકાણેથી બીજા ઠેકાણે
ફરવા લાગ્યા.
એવામાં બાર વરસના ભય કર દુકાળ પડયા. સાધુઓને પેાતાની ભિક્ષા મેળવવી પણ મુકેલ થઈ પડી. એટલે તેએ દૂર દૂર દરિયા કિનારે ફળદ્રુપ મુલકમાં ચાલ્યા. ત્યાં રહી જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે ધણા શાસ્ત્રાને ભૂલી ગયા હતા. આથી સધને વિચાર થયોઃ હવે વખત બદલાયા છે. જો આવા આવા દુકાળ પડશે તેા બધુ જ્ઞાન ભુંસાઈ જશે. માટે જેને જેટલું યાદ હાય તેટલું એકઠું કરવુ.
તેમણે પાટલીપુત્રમાં બધા સાધુઓની પરિષદ ભરી. ત્યાં જેને જેટલુ' યાદ હતું તેટલુ એકઠું કરી લીધું. ઘણાખરા શાસ્ત્રા આ રીતે એકઠા થયા પણ એક શાસ્ત્ર બાકી રહ્યું. આ વખતે સધ વિચારમાં પડયાઃ હવે શું કરવું? એ વખતે ભદ્રબાહુ નામના એક આચાર્ય હતા. સંભૂતવિજયજીની હારના. તેમને બધાં શાસ્ત્ર આવડતાં હતાં. પણ અત્યારે તેઓ નેપાલમાં ધ્યાન ધરતા હતા. એટલે સધે તેમને ખેલાવવા બે સાધુઓને મેાકલ્યા. તેઓએ ત્યાં જઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com