________________
સ્થલિભદ્ર
૨૩૮ જોતાંજ ગળી ગયા. તેની આગળ ભેગ ભેગવવાની માંગણી કરવા લાગ્યા. કોશાને લાગ્યું મનથી આ ભ્રષ્ટ થયા. હવે બધી રીતે ભ્રષ્ટ થશે માટે એમને ઠેકાણે લાવવા. એટલે તેણે કહ્યું અમે તો ધનથી વશ થઈએ. મુનિ કહે, અમારી પાસે ધન ક્યાંથી હોય ? કોશા કહે, આપ નેપાળ દેશમાં જાઓ. ત્યાંને રાજા પહેલી વખત જનાર મુનિને રત્નકાંબળ આપે છે. મુનિને ચોમાસામાં એકજ જગાએ રહેવાની પ્રતિજ્ઞા હતી. તે તોડીનેપાળ દેશમાં ગયા. ત્યાં રત્નકાંબળ મળી. તે લઈને પાછા વળ્યા. રસ્તામાં ચરોથી તે પકડાયા. પણ તેમને કોઈ નુકસાન ન કરતાં છોડી મૂક્યા. તેમણે આવીને રત્નકાંબળ કેશાને આપી. કોશાએ નાહીને કાંબળવતી શરીર લુછયું પછી તેને ખાળમાં ફેકી દીધી. મુનિ કહે, અરે ! આ અમૂલ્ય કાંબળને ખાળમાં કેમ નાંખી દીધી ? કેટલી મહેનતે મને મળી છે! કોશા કહે, આપ કાંબળની ચિંતા શા માટે કરો છો ? આપનો અમૂલ્ય આત્મા આવા પાપી વિચારોથી મેલો કરો છો તેની ચિંતા કરે ને ? આ સાંભળતાંજ મુનિનું મન ઠેકાણે આવી ગયું. તે બોલ્યાઃ કોશા! તે મારા પર ઉપકાર કર્યો. મારી ભૂલનું પ્રાયશ્ચિત ગુરુ આગળ જઈને લઈશ. કોશા કહે, મુનિરાજ ! મને પણ માફ કરજો. મેં આપની પાસે અઘટિત કરાવ્યું છે. મુનિ ગુરુ આગળ આવ્યા ને ભૂલનું પ્રાયશ્ચિત કર્યું. ફરીને સંયમ સારી રીતે પાળવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com