________________
૨૩૪
શ્રી યૂલિભદ્ર કલ્યાણ થાવ. એમ કહી ચાલ્યા. રાજા સમજયા કે કોશાના પ્રેમમાં તે પડેલા છે એટલે અહીંથી નીકળી ત્યાં જશે. પણ થલિભદ્ર તો એક દુર્ગધવાળા રરતામાંથી ચાલ્યા છતાં નાકે ડુચ સર માર્યો નહિ. રાજાને સાચી ખાતરી થઈ. ખરેખર રલિભદ્રને વૈરાગ્ય થયું છે. હવે તેમણે શ્રેયકને પ્રધાનપદ આપ્યું. શ્રેયકે તે સ્વીકાર્યું.
: ૪ :
યૂલિભદ્ર સંભૂતિવિજ્ય નામે એક મહાન જૈન આચાર્ય પાસે ગયા અને દીક્ષા લીધી. તેમની પાસે જ્ઞાન મેળવવા લાગ્યા. થોડા વખતમાં તો તેઓએ મન ઉપર અદ્ભુત કાબુ મેળવ્યું.
હવે ચોમાસું આવ્યું. ચોમાસામાં સાધુઓ એકજ જગાએ રહે. એટલે જુદાજુદા સાધુઓ ગુરુ પાસે આવી જુદા જાદા ઠેકાણે રહેવાની રજા માગવા લાગ્યા. એક કહ્યું : હું સિંહની ગુફાના મઢે રહીશ ને ચાર માસના ઉપવાસ કરી ધ્યાન ધરીશ. બીજાએ કહ્યું હું સાપના રાફડા આગળ રહીશ ને ચાર માસ સુધી ઉપવાસ કરી ધ્યાન ધરીશ. ત્રીજાએ કહ્યું હું કુવાના મંડાણ પર રહીશ ને ઉપવાસી થઈ ધ્યાન ધરીશ. ત્યારે સ્કૂલિભદ્ર બોલ્યા :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com