________________
૨૩૨
શ્રી સ્થૂલિભદ્ર
સેવકને બીજું શું જોવાનુંઢાય ? રાજા શ્રેયકની સાચી સ્વામીભકિત જોઈ ખુબ ખુશ થયા. પછી પ્રધાનની ઉત્તર ક્રિયા કરીને રાજાએ કહ્યું: શ્રેયક ! તારા પિતાની જગા તું લે. શ્રેયક કહે, મહારાજ ! મહેરબાની આપની. પણ મારે સ્થૂલિભદ્ર નામે. માટા ભાઈ છે. તે આ જગાને
લાયક છે.
રાજા કહેઃ તમારે મેાટાભાઈ છે હું તેમને કેમ જોતા નથી ? શ્રેયક કહે, મહારાજ ! મારા પિતાની રજાથી તે કાશા વેશ્યાને ત્યાં રહી ભાગ ભાગવતાં તેમને બાર વર્ષ થયા છે.
રાજાએ તેમને ખેલાવવા તેડુ મેકલ્યુ.
: ૩ :
સ્થૂલિભદ્ર રભુવનમાં બેઠા છે. કાશાને! અદ્ભૂત નાચ ને સંગીત ચાલી રહ્યાં છે. બીજી પણ અનેક નવજુવાન બાળાઓ જુદી જુદી જાતનાં નૃત્ય કરી રહી છે. તેવામાં રાજાના સિપાઇ આવ્યો. તેણે સ્યૂલિભદ્રને પ્રણામ કર્યા. પછી કહ્યું: રાજાજીએ આપને તેડું મોકલ્યું છે. સ્થૂલિભદ્ર વિચારમાં પડયાઃ મારાં એવા શાં કામ પડયાં કે રાજાનાં તેડાં આવ્યાં ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com