________________
શ્રી સ્કૂલિભદ્ર
૨૩૧ ચડી. શાકડાલને મારવા વિચાર કર્યો. પકડાલને ખબર પડી કે રાજા રીસે ભરાયે છે. હું રાજ્ય લેવાન છું એવા વહેમથી મારા કુટુંબને મારવા ઈચ્છે છે. તેથી તેણે શ્રેયકને કહ્યું શ્રેયક ! હું કાલે રાજાને નમવા જઈશ. જ્યારે હું માથું નમાવું ત્યારે તું મારી ગરદન કાપી નાંખજે. યક કહે પિતાજી! આપ શું બોલે છે ? એક ચંડાળ પણ એવું કામ ન કરે. શકહાલ કહે, શ્રેયક ! આમ ઉતાવળ ન થા. શાંત મને વિચાર કર. હું તે હવે ખપાન કહેવાઉં. ચાર દિવસ પછી પણ હું મરવાને છું જ. જે તું રાજાને રવામિભકિત બતાવીને મારી ગરદન કાપીશ તે રાજાને વહેમ ટળી જશે. આપણું કુટુંબને કંઈ હરકત નહિ થાય. નહિતર ક્રોધે ભરાયેલે રાજા આખા કુટુંબને નાશ કરશે. વળી તે વખતે ગળામાં હું કાતિલ ઝેર રાખીશ માટે મને દુઃખ નહિ થાય.
શ્રેયકને વાત ગળે ઉતરી પણ એમ કેમ થાય એની મુંઝવણ થઈ. છેવટે પિતાના આગ્રહથી તેણે તેમ કરવા નક્કી કર્યું. બીજા દિવસે શકહાલ મંત્રી રાજાને નમવા ગયા. એટલે રાજાએ અવળું મોઢું ફેરવ્યું. તરતજ યકે મ્યાનમાંથી તરવાર કાઢી પિતાના મસ્તકને છેદી નાંખ્યું. રાજા એકદમ બોલી ઉઠઃ અરે ! શ્રેયક આ શું ? શ્રેયક કહે, મહારાજ ! એ રાજદ્રોહી છે. એટલે મેં મારી નાખ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com