________________
૨૩૦
શ્રી યૂલિભદ્ર વીને શ્લેક બેલવા મંડયે. અને તેના પ્રભાવથી સેના મહેરો બહાર નીકળે છે એવું બતાવવા લાગે ત્યારે મારી યુકિત પકડી પાડી ! નહિતર લેકીને મારા પર કેટલે બધે વિશ્વાસ બેઠો હતો ! તેઓ એમજ માનતા થયા હતા કે ભારે વિદ્વાન છે. તેના શ્વેકથી પ્રસન્ન થઈને ગંગાજી સેનાની થેલી આપે છે. પણ હવે તો મારૂં બધેથી માન ગયું. રાજાએ મને લુચ્ચો ધાર્યો ! રૈયતે પણ તેવું જ ધાર્યું. આ બધું કરાવનાર શકહાલ જ છે. માટે તેના બદલે જરૂર લે. આમ વિચાર કરી શકપાલ મંત્રીના છિદ્ર શોધવા લાગે. એવામાં તેણે વાત જાણી પ્રયકનાં લગ્ન છે. એ પ્રસંગે રાજાને ભેટ આપવા તે હથિયારો તૈયાર કરાવે છે. બસ હવે જોઈએ શું? આ ઠીક લાગે છે. એમ વિચારી તેણે શેરીઓમાં ફરતાં છોકરાઓને થોડી મીઠાઈ વહેંચી અને કહ્યું તમે નીચેને દુહ ગાતાં ગાતાં શહેરીઓમાં ફરજે. છોકરાઓ શહેરીઓમાં ફરતાં ફરતાં બોલવા લાગ્યાઃ
કઈ વાત જાણે નહિ, કરે શકહાલ શું કાજ; નંદરાય મારી કરી, શ્રેયક (ને) દેશે રાજ.
નંદ રાજાએ ફરવા જતાં આ દુહો સાંભળે, એટલે તેને હેમ પડઃ જરૂર આ વાતમાં કાંઈ સત્ય હોવું જોઈએ નહિતર શેરીએ શેરીએ વાત ન થાય. તેના મનમાં રીસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com