________________
સેવામત નંદીપેણ
૨૨૧ નંદીષેણ મુનિરાજની મધુરવાણી સાંભળી શાંત થઈ ગ. બે હાથ જોડીને બે હે દયાળુ ! હું અજ્ઞાન છું. મને સમજ નથી કે કેવા કામ કરવાથી સારાં ફળ મળે.
એટલે મુનિરાજે કહ્યું તું સંયમ ને તપનું આરાધન કર. દીક્ષા ગ્રહણ કર.
નંદીષેણને આ વાત ગમી ગઈ. પણ મનમાં એક સવાલ થયેઃ મારા બેડોળ શરીરનું શું? તેણે ગુરુને પૂછયું? બધું ઠીક પણ મારું બેડોળપણું મને બહુ સાલે છે. એ બેડોળપણાને લીધે જ હું બધે હડધુત થાઉં છું. જો આવો ને આવો રહું તો મારો તિરસ્કાર થયા વિના રહે નહિ.
ગુરુ કહે, ભાઈ ! શરીરના રૂપને શાને મોહે છે ? મનને માનીએ તેમ મનાય. છતાં આ બેડેળપણું બદલાવવું હોય તો ઉગ્ર તપ કર. બધાની સાથે ખુબ હેતભાવ કેળવ. જો બધાની સાથે તારો હેત ભાવ કેળવાશે તે તારૂં કદરૂપું શરીર સુંદર બની જશે. બધા જોડે હેત રાખવામાં કંઈ અજબ જાદુ છે !
નંદીષેણે આ વખતે દીક્ષા લીધી અને સર્વે પ્રાણીને પ્રેમભાવથી ચાહવા લાગ્યા. કદિ કોઈના પર ક્રોધ કરે નહિ. કેઈના માટે ખરાબ વિચાર લાવે નહિ. અને તેમણે પ્રતિજ્ઞા કરી જીવીશ ત્યાંસુધી સાધુઓની સેવા કરીશ અને ખરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com