________________
૨૨૦
સેવામૂતિ નંદીષણ બીજા દિવસે એક શહેર આગળ આવ્યા. અંદગીમાં શહેર પહેલી વખત જ જોયું.
ત્યાંના મહેલ જોયા ને વિચાર આવ્યે આ ભાગ્યશાળીઓને હજારો માણસ પગે લાગે છે ને નથી બોલતા તોય પરાણે બોલાવે છે. ને મારે તે કોઈ ભાવ પણ પૂછતું નથી! અરે ! ગાળ વિના વાત પણ કરતું નથી. તેણે જુવાન ખુબસુરત સ્ત્રીઓ જોઈ ને મનમાં વિચાર આવ્યેઃ અહા ધન્ય છે તે પુરૂષને જેમને આવી દેવાંગના જેવી સ્ત્રીઓ મળી છે. મને અભાગિયાને કાંઈ નથી ! હવે આવું જીવતર કયાં સુધી જીવવું ? આ જીવવામાં શું મજા છે ? માટે ગામ બહાર જઈ આપઘાતજ કરૂં.
આમ વિચાર કરી નંદીષેણ ગામ બહાર આવ્યું. ત્યાં મેટે બગીચો હતો. તેની અંદર પઠે. અને ત્યાં એકાંતમાં જઈ ગળેફસે ખાવાની તૈયારી કરવા લાગે. એવામાં લતામંડપમાં ધ્યાન ધરીને એક મુનિરાજ ઉભા હતા તેમણે આ જોયું એટલે બેલ્યાઃ હે ભાઈ! તું આવો નિરાશ કેમ થઈ ગયો છે ? તું આવું સાહસ ન કર. જેઓ સારાં કામ કરે છે. તેને સારાં ફળ મળે છે. તેં પૂર્વે ખરાબ કામ કરેલાં એટલે આવું દુઃખ ભોગવે છે. માટે આ વખતે કાંઈ એવાં કામ કર કે જેથી તેનાં આગળ જતાં સારાં ફળ મળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com