________________
૨૨૨
સેવામતિ નંદીશ ખર તેમણે તે પ્રમાણે કરવા માંડયું. કેઈ ઘરડાં પાંગળાં કે અશકત સાધુ આવ્યા તે તેની સેવામાં નંદીષેણ હાજર હોયજ. ગમે તેમ થાય પણ નંદીષેણ સેવા ન ચુકે.
પિતાના ઉગ્ર તપ અને સેવાભાવથી થોડા વખતમાં નંદીષેણ બધે પ્રખ્યાત થયા.
ઠેઠ દેવલોકમાં પણ તેમની પ્રશંસા થવા લાગી. આ ઉપરથી બે દેવને વિચાર વેદ નંદીષેણ એવા તે કેવા સેવાભાવવાળા છે કે ઈદ્રમહારાજ પણ તેમની સ્તુતિ કરે છે. ચાલો તેમની પરીક્ષા કરીએ. એટલે એક દેવ ઘોડે મુનિ . શરીરે ખુબ રેગી. બીજો સામાન્ય સાધુ થયે.
બંને નંદીષેણ મુનિ હતા તે ગામની ભાગોળે આવ્યા.
આજે નંદીષેણ મુનિને બે ઉપવાસનું પારણું હતું. પારણું કરવા બેસતા હતા એવામાં પેલે સાધુ આવ્યો ને કહેવા લાગે મહારાજ ! અહીં શું લહેર ઉડાવો છે ? બિચારા એક ઘરડા સાધુને સખત પીડા થાય છે. ભૂખે તર તે પીડાય છે. મરવાની અણી ઉપર છે ! આ સાંભળતાં જ નંદીષેણ ઉભા થઈ ગયા. ખાવાનું પડી રહ્યું. તરતજ ગામમાં પેલા મુનિ માટે ચોખ્ખું પાણી લેવા નીકળ્યા. બનાવ એવો બને કે આઠદસ ઘેર ફર્યા પણ નિર્દોષ પાણી જ ન મળે. આખરે એક કેકાણેથી પાણી મળ્યું તે લઈને ગામ બહાર આવ્યા. બિમાર સાધુને પ્રણામ કર્યા. એટલે તે તડુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com