________________
૨૨ ૪
સેવામૂર્તિ નંદીષણ નંદીષેણ મુનિને કડવા વચન સંભળાવ્યા પણ તેમનું રૂવાડું ફરક્યું નહિ. સેવા કરનાર કસોટીએ ચઢે ત્યારે જ પરખાય છે. તેઓ બેલ્યાઃ આપને દુઃખ થતું હોય તે ક્ષમા કરજે. બહુ સાચવીને ચાલીશ. એમ કહી તેઓ ખુબ ધીમે ચાલવા લાગ્યા. - હવે તે મુનિને ઝાડાને રોગ. એટલે નંદીના શરીર પર ખુબ ઝાડા કર્યા. એની દુર્ગધ એવી કે માથું ફાટે. પણ નંદણને તેનું કાંઇ નહિ. એ વિચારે છે. આ મુનિને કયારે સારું થાય ? એમને કેટલું બધું દુઃખ થાય છે ? એવામાં ઉપાશ્રય આગે ને મુનિને નીચે ઉતાર્યા. તેમના મળમૂત્ર સાફ કરવાની તૈયારી કરી. પણ પાછા ફરીને જુવે તો કઈ નહિ ! એકાએક આ શું? મુનિ પણ મળે નહિ. મળમૂત્ર પણ મળે નહિ. તેમની જગાએ બે દિવ્ય તેજ નજરે પડયા. તેમણે નંદીષેણને પગે લાગીને કહ્યું છે મુનિરાજ ! અમને ક્ષમા આપે. ખરેખર આપના જેવાં વખાણ સાંભળ્યા હતા તેજ પ્રમાણે આપ છો. માગ માગો કાંઈક માગો. આપની પરીક્ષા કરવાને અમે આ પ્રમાણે કર્યું હતું.
નંદીષેણ હે, જિનેશ્વરને ધર્મ મને મળે છે. સેવા કરવાની ભાવના મળી છે. એનાથી વધારે છે શું કે માગું? મારે કઈ ચીજ જોઇતી નથી. એટલે દેવ અંતર્ધાન થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com