________________
સેવામતિ નંદી મરીશ પણ નંદીષેણને તે નહિજ પરણું. પિતાએ કહ્યું: તે હું બીજીને પરણાવીશ. એટલે બીજીએ પણ એમજ કહ્યું. એવી રીતે સાતેએ એ જવાબ આપે.
આ સાંભળી નંદીષેણને પારાવાર ખેદ છે. એટલે મામાએ કહ્યું નંદીષેણું! ખેદ કરીશ નહિ. તને બીજી કોઈ કન્યા પરણાવીશ. પણ નંદીને ગળે આ વાત ઉતરી નહિ. તેણે વિચાર્યું જ્યારે મામાની દીકરી ના પાડે છે ત્યારે બીજી તો કોણ તૈયાર થાય ? હુંજ એ કદરૂપ. મને કોણ ચાહે? દુનિયાનું સુખ મારા માટે છેજ નહિ. બન્યું આ જીવતર ! હવે તો હાડહાડ થવામાં પણ બાકી રહી નથી. મામી હમેશ હડધૂત કરે છે. મામાની દીકરીઓ પજવવામાં બાકી રાખતી નથી. એટલે અહીં રહેવું નકામું છે. દિવસે દિવસે આ વિચાર મજબુત થયે.
: ૨ :
એક વખત રાત અંધારી ઘર છે. ચમક ચમક તારા ચમકે છે. તે વખતે હડધુત નંદીષેણ બહાર નીકળી ગે.
હવે કયાં જઉં ? શું કરું ? આ કરૂં તે કરૂં ? એમ અનેક વિચાર કર્યા. પણ કાંઇ નહિ. નિરાશા ને ખેદથી ઉભરાતા હૈયે તેણે રાત બધી ચાલ ચાલજ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com