________________
કપિલ મુનિ
૨૧૦
જોતી ત્યારે તેને ખુબ લાગી આવતું. અને રાઇ રાઇને વખત પસાર કરતી. તે પેાતાના મનને એ વાળતી "કે સંસારનાં સુખ ચાર ઘડીનાં ચટકાં છે. ઝાંઝવાના ઝળ જેવાં છે. સયમ એજ ખરૂ સુખ છે. પણ આ સમજણ બધા વખત ટકતી નહિ.
કપિલ તેને ત્યાં જમવા આવ્યા ત્યારથી મનેારમાના મને પલટા ખાધે. તેનું મન ડગમગવા લાગ્યું. તે કપિલના સામું સ્નેહભરી નજરે જોઇ રહે પણ કપિલ કાંઈ સમજે નહિ. એમ કરતાં કપિલને પણ જુવાનીના અનુભવ થયા.
તે ધીમે ધીમે મનેારમા જોડે વાત કરવા લાગ્યો. પછી ઠઠ્ઠામરકરી થવા લાગી અને છેવટે તે ફસાયા. ખરેખર એકાંત બહુ ખૂરી ચીજ છે !
થોડા વખતમાં મનેારમા ગર્ભ વતી થઈ. એટલે તેણે કહ્યું: પ્રિય ! શેઠને ત્યાંથી સીધું મળે છે એમાંથી બેનેા પેટગુજારા માંડમાંડ ચાલે છે. પણ મારે થાડા વખતમાં સુવાવડ આવશે તેનું શું કરશે ! તેના ભરણપોષણનું શું કરશેા ! કાંઇક કમાઇ લાવેા.
કપિલ બિચારા સીધો ને સરળ હતા. તેને પૈસા શી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com