________________
૨૦૮
કપિલ મુનિ
ઘેર પહેંચ્યા. કપિલે ઉપાધ્યાયજીને પ્રણામ કર્યા ને ઉપાધ્યયજીએ તેમની હકીકત પૂછી. ભાઇ કયાંથી આવે છે ? તમારૂ નામ શું ? કપિલે વિનયથી જવાબ આપ્યોઃ કાશામ્હીમાંથી હું આવું છું. મારૂ નામ કપિલ. ત્યાંના રાજગારના હું પુત્ર છુ. ઉપાધ્યાયજી આ સાંભળી હરખથી ખેલી ઉઠયાઃ કાણુ ! મારા દેાસ્ત કાશ્યપના પુત્ર ! કેમ બેટા ! ધેર બધા કુશળ છે ? કપિલે કહ્યું: મારા પિતાજી મરણ પામ્યા. તેમની પદવી બીજાને મળી. હવે આપની કૃપા હાય તે આપને ત્યાં રહી વિધાભ્યાસ કરવા ઇચ્છુ છું. ઉપાધ્યાયજીએ કહ્યું: સુખેથી હું વિદ્યાભ્યાસ કરાવીશ, પણ તારા ગુજરાનનું કેમ થશે ?
કપિલ પાસે કાંઈ મુડી ન્હાતી કે તેમાંથી પેાતાનું ગુજરાન ચલાવે ને અભ્યાસ કરે એટલે તેણે કહ્યું: હું નગરણાં માધુકરી (ભિક્ષા) કરીશ ને મારા અભ્યાસ ચલાવીશ. ઉપાધ્યાયજીને તેના વિદ્યાપ્રેમ જોઇ બ આનંદ થયો.
કપિલે બીજા દિવસથી માધુકરી (વિદ્યાર્થીની ભિક્ષા) માટે જવા માંડયું. માધુકરી કરતાં લગભગ પાર નમે. એટલે ભણવાના વખત હુ થાડા રહે. કપિલથી બહુ વિદ્યાભ્યાસ થાય નહિ,
એક વખત ઉધ્યાયએ કહ્યુંઃ કપિલ ! તને આવ્યા છ માસ થયા પણ તેના પ્રમાણમાં અભ્યાસ કેમ નથી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com