________________
કપિલ મુનિ
૨૧૫
એક વખત મહાત્મા કપિલ ધ્રુવળી રાજગૃહી નગરીએ જતા હતા. રતામાં ભયંકર જંગલ આવ્યું. તેમણે જાણ્યું: આ જંગલમાં જવાથી ધણા માણસાને હું મેધ પમાડી શકીશ. એટલે તે જંગલમાં ચાલ્યા. અહીં પાંચસો ચાર રહેતા હતા. તેમણે તેમને પકડયા અને પેાતાના સરદાર આગળ લઈ ગયા. સરદાર કહે, આ એક રમકડું આવ્યું. ચાલે તેની પાસે નાય કરાવીએ. એમ કહી કપિલ કેવળીને કહ્યું: તમે નાચ કરી. અમને તેના વધુ શોખ છે. કપિલ કેવળી ખેલ્યાઃ ક્રાઇ વાઘ વગાડનાર નથી. વાદ્ય વગાડનાર હાય તેા નાચ કરેં. ચારા કહે અમે તાળીઓ પાડીશું. બીજું વાઘ કર્યાં લેવા જઈએ. એમ કહી તેએ તાળીઓ પાડવા લાગ્યા. કપિલ મુનિ નાચવા લાગ્યા. અને જુદા જુદા રાગમાં પદ્મ બનાવી ગાવા લાગ્યા. આ પદની ભાષા ખુબ સરલ ને અસરકારક હતી. એટલે જેમ જેમ ચારા સાંભળવા લાગ્યા તેમ તેમ તેમને મેધ થતા ગયા. કહેવાય છે કે કપિલ મુનિએ આવી રીતે પાંચસે। પદ ગાઇને બધાને બાધ પમાડયા.
ખરેખર ! લોકા સમજી શકે તેવી સરલ ભાષામાં સુદર રીતે ઉપદેશ દેવાય તે ભલભલા માણસના જીવન પલટાઈ જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com