________________
૨૧૪
કપિલ મુનિ
જો લાભને ડહાપણથી ધટાડીએ તેાજ ટે. માટે ડહાપણથી લાભ ધટાડવામાંજ મજા છે.ખરેખર ! સતાય જેવું સુખ નથી. એક થાડી તૃષ્ણામાં તણાવાથી હું કેટલો પડયા? વિદ્યાભ્યાસ ચુકયા. ચારિત્ર ભંગ થયું ને આ સ્થિતિ આવી. આમ વિચાર કરતાં તેમનાં ધણાં આવરણા આછા થયાં.
પછી તેઓ રાજા આગળ આવ્યા. રાજાએ પૂછ્યું: કહેા, શું માગવાના વિચાર કર્યાં! કપિલ કહે, મહારાજ ! મારે કાંઈ પણ માગવું નથી. લાભને થાભ નથી. જેમ જેમ મળે તેમ તેમ લેાભ વધતાજ જાય છે. માટે એ લેાભથી સર્યુ ! રાજા કહે, પણ બ્રહ્મદેવ ! એથી કાંઇ તમારી હાલત સુધરે ? તમે નહિ માગે તા હું મારી જાતેજ એક ક્રોડ સોનૈયા આપીશ. ત્યારે કપિલે કહ્યું: મહારાજ ! એ ધન ને તેના લાભ આજથી હું છેોડુ છુ. મારે તે ન જોઈ એ. એમ કહીને તે ચાલી નીકળ્યા. સતાથી જે સુખનું ટીપું ચાખ્યું હતું તેને ઝરા શોધવા નીકળી પડયા. ધીમે ધીમે તેમણે તૃષ્ણાને પૂરેપૂરી જીતી લીધી ને સંયમથી પોતાના જીવનને પવિત્ર બનાવ્યું. 9 માસમાં દીન કપિલ સÖાષરૂપી અમૃતથી ભરપૂર બ્રહ્મર્ષિ કપિલ બન્યા. તેમને જગતનું સાચુ જ્ઞાન-કેવળ જ્ઞાન થયું. તે કપિલ કેવળી કહેવાયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com