________________
૨૦૬
કપિલ મુનિ નવા રાગોર ત્યાં થઈને નીકળ્યા. ધોળા પાણીદાર ઘોડે બેઠેલા. અંગે કસબી વો. માથે છત્ર ને બે બાજુ ચામર, આગળ થડા નોકર ચાલે. આ જોઈ યશાનું હૈયું ભરાઈ આવ્યું. ઘરમાં આવીને તે ડુસકે ને ડુસકે રડવા લાગી. એવામાં કપિલ બહારથી આવ્યું. પિતાની માતાને રડતી જોઇ દુઃખી થે. રડવાનું કારણ પૂછવા લાગેઃ બા ! તું રડે છે કેમ ? યશા હે, “કાંઈ નહિ. કપિલે ફરીથી આગ્રહ કરીને પૂછયું ત્યારે યશા બોલીઃ બેટા ! તારા પિતાની સુખ સાહ્યબી તો ગઈ. પરંતુ તું પણ કાંઈ ભયે નહિ. તું ભણ હોત તે તારા પિતાની જગા તને મળત. પણ જેને પેલા બ્રાહ્મણને તારા પિતાની જગા મળી. આ સાંભળી કપિલને વિશેષ દિલગીરી થઈ કે પિતાને લીધે માને આજે આંસુ પાડવાં પડયાં. તે ડીવારે બેઃ માતા ! હું ધારું તો સારી રીતે ભણી શકું તેમ છું. પણ આજ સુધી મારૂં મનજ તેમાં પાવાયું હેતું. હવે તું કહે તે રીતે વિદ્યાભ્યાસ કરૂં.
યશા કહે, બેટા ! રાજગરની તારા તરફ ખફ નજર છે. જો તું ભણીને વિદ્વાન થાય તો એની પદવી જાય! માટે આ નગરમાં તો કોઈ તને ભણવે નહી. બીજા એક ઠેકાણે ભણી શકાય તેમ છે, પણ તારાથી તે બનશે નહિ. કપિલ કહે. બા! ગમે તેવી મુશ્કેલીઓ વેઠવાની હશે તે પણ વેઠીશ. માટે મને કહે કે ક્યા ઠેકાણે હું ભણું શકીશ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com