________________
૨૦૨
મુનિશ્રી હરિકેશ કોઈએ લાત ને મુકીઓને વરસાદ વરસાવ્યું. કેઈએ પાસે પડેલાં ઇંધણને ઉપયોગ કર્યો.
આ જોઈ રૂદ્રદેવને ભદ્રા ત્યાં આવી પહોંચ્યાં. ભદ્રા બોલી: સબુર ! સબુર ! તમે કોના તરફ તમારો હાથ ચલાવો છે ? મારા પિતાએ મને આ મુનિને જ આપી હતી. પણ તેમણે તે મારા સામું ઉંચી આંખે જોયું પણ નહોતું. ખરેખર ! આ તો ઉગ્ર તપવાળા ને બ્રહ્મચારી મહાત્મા છે. જે તેમને ખુબ સતાવશો તો બળીને ભરમ થઈ જશો.
અને ખરેખર આ વિદ્યાર્થીઓના વર્તનથી ગુસ્સે થઈ યક્ષે તેમને ભય પર પટકી પાડયા.કોઈને હાથે મરડે, કોઈના પગ મરડયા, કેઈનાં મોઢાં મરયાં ને કઈને કેડથી વાંકા વાળી દીધા. મોઢેથી લેહીની ઉલટીઓ થવા લાગી.
આ જોઈ રૂદ્રદેવ તથા ભદ્રાને ખુબ ખેદ થે. હવે આ બધા શી રીતે સારા થશે તેની ચિંતામાં પડયા. આ મહાત્માને શાંત કરવા તે મેટેથી બેલ્યા હે મહાત્મા ! અમારે જે કાંઈ ગુન થયો હોય તે માફ કરો. આપ તો કૃપાના ભંડાર છે. આ મૂર્ખાઓને આપના પ્રભાવની ખબર નહિ.
આ સાંભળી મુનિ બેલ્યાઃ હે ભાઈ! મને તે તમારા પર પહેલાં પણ કોઈ ન હતું કે અત્યારે પણ નથી. મને લાગે છે કે મારા ભક્ત યક્ષે આ ચમત્કાર બતાવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com