________________
સુશ્રીનિ હરિકેશ
૨૦૩
આ સાંભળી રૂદ્રદેવ ને ભદ્રા ખેલ્યાઃ હૈ પૂજ્ય ! તમે તે। મહાત્મા છે. જ્ઞાની છે. અમેા જાણીએ છીએ કે જ્ઞાની ક્રોધ કરેજ નહિ. અમારે ત્યાં ધણું અન્ન રાંધેલુ' છે. માટે આપ પધારા ને અમને લાભ આપે.
મુનિરાજે સાધુને લેવા લાયક અન્ન લીધું ને પારણુ કર્યું. ત્યાર પછી યક્ષે બધાને સાજા કર્યો.
ન
પછી મુનિરાજે મીઠા વચને તેમને સમજાવ્યું: સાચા યજ્ઞ આવા ન હેાય. તપ રૂપી લાકડાં સળગાવી તેમાં બધી મલિન વાસનાઓને હામી દેવી જોઇએ. અહિંસા, તપ, ત્યાગ, તે જ્ઞાનમાં મસ્ત રહેવું તેજ ખરી યજ્ઞ છે.
યજ્ઞ ત્યાંજ અટકી ગયા. જેએને ઉમગ થઈ આવ્યા તેમણે ત્યાં દીક્ષા લીધી. જેનાથી એ ન થયું તેમણે પેાતાની શક્તિ પ્રમાણે વ્રત લીધાં અને સંયમના માર્ગે રહેવા
લાગ્યા.
આ પ્રમાણે પોતાના નિર્મળ ચારિત્રથી ને સાચા ઉપદેશથી મુનિશ્રી હરિકેશે ધણા ઉપર ઉપકાર કર્યો. અનેક જાતના ખાટાં વહેમાના નાશ કર્યો.
ચંડાળ કુલમાં ઉત્પન્ન થવા છતાં તેઓ જગતમાં સળે પૂજાવા લાગ્યા. છેવટે પૂરા પવિત્ર થઈ નિર્વાણ
પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com