________________
૧૯૪
મુનિશ્રી હરિકેશ
છે. મેં ઘણાને રંજાડયા એટલે માર પડ્યો ને મારા તિરસ્કાર થયા. એટલે મારે સારી રીતે જીવવું હાય તા ઝેર વિનાના થવું જોઇએ. આમ વિચાર કરતા નદીના કિનારે કિનારે તે ચાલવા લાગ્યા.
શહેર કે ગામડામાં તેને જોઈતી શાંતિ મળે તેમ નથી એટલે તે જગલ ભણી ચાલ્યા. તેણે વિચાર કર્યોઃ જંગલમાં રહીશું ને ફળફુલ ખાઇ મા કરીશું. નહિ ત્યાં કજીએ કે કંકાસ, નહિ ત્યાં વેર કે વિરોધ.
: 3:
બળિયા જંગલમાં રહે છે ને ફળફુલ ખાઇ પેટગુજારા કરે છે. એક દિવસ તે જંગલમાં ફરવા નીકળ્યા. ત્યાં ધ્યાન ધરીને ઉભેલા એક મુનિરાજને જોયા, બળિયાને આ જોઈ કઇ કઇ થઇ ગયું. તેને લાગ્યુ કે પેાતાને જોઈતી શાંતિના તે ભંડાર છે.
તે મુનિરાજની પાસે ગયા. તેનું માથુ કુદરતી રીતે નીચુ નમી પડયું. મુનિ ધ્યાનમાંથી ઉઠયા. એટલે ‘ ધર્મ લાભ, કહીને આશીર્વાદ આપ્યા. પછી ટુ કમાં ધમ ના ઉપદેશ કર્યાં.
એટલે મળિયા બેટ્ચા: હે મહાત્મા ! આપે કહ્યું તે બધું સાચું પણ હું તે। જાતના ચંડાળછું. અમારાથી ધર્મ નું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com