________________
મુનિશ્રી હરિકેશ અર્થાત્ માત્ર માથું મુંડાવાથી શ્રમણ નથી થવાતું. માત્ર ઓંકાર બોલવાથી બ્રાહ્મણ નથી થવાતું. કેવળ જંગલમાં રહેવાથી મુનિ નથી થવાતું. કેવળ છાલનાં કપડાં પહેરવાથી તાપસ નથી બનાતું. એતો
સમયાએ સમણે હેઈ; બંભરેણુ બંભણે. નાણેણ ઉ મુણિ હેઈ;
તણ હોઈ તાવસે. એટલે સમતા હોય તે જ શ્રમણ થવાય છે. બ્રહ્મચર્ય હોય તોજ બ્રાહ્મણ બનાય છે. અને તપ હેય તેજ તાપસ બનાય છે. માટે હે ભાઈ તારા મનમાં જરાએ શંકા લાવીશ નહિ કે મારાથી કેમ ધર્મ થઈ શકે !
બળિયા પર આ ઉપદેશની જાદુઈ અસર થઈ. પિતે હલકે છે, નીચ છે એ માન્યતા ભૂલી ગયે. તેને લાગ્યું કે પિતાને પણ આત્મકલ્યાણ કરવામાં બધા જેટલેજ અધિકાર છે. અને તેણે બે હાથ જોડી મુનિરાજને વિનંતિ કરીઃ
હે દયાળુ! આપે મારા પર મોટે ઉપકાર કર્યો. મારી સાચી શકિતનું ભાન કરાવ્યું. હવે મને આપનું જ શરણ છે. કૃપા કરી મને પ્રભુ મહાવીરને સેવક બનો. અને મુનિએ તેને દીક્ષા આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com