________________
મુનિશ્રી હરિકેશ
૧૯૭ * હરિકેશી બળે પિતાની સઘળી શકિતથી તપ કરવા માંડયું. સધળી શકિતથી જ્ઞાન મેળવવા માંડયું. અને થોડા વખતમાં મહાજ્ઞાની ને મહાતપસ્વી થયા.
હવે તેમને નગરમાં જવાની અટકાયત નથી.દેવમંદિરમાં જવાની મનાઈ નથી.
તેઓ ફરતાં ફરતાં એક વખત સિંદુક નામના બગીચામાં આવ્યા. ત્યાં સિંદુક્યક્ષનું મંદિર હતું. તેના મંડપમાં ધ્યાન ધરીને ઉભા. આ મુનિના ઉગ્ર તપના પ્રભાવથી તે ચક્ષ તેમને ભક્ત બન્યું.
એક વખત એ મંદિરમાં તે નગરની રાજકુમારી ભદ્રા પિતાની સખીઓ સાથે દર્શન કરવાને આવી. તેમણે યક્ષના દર્શન કર્યા ને પછી મંડપમાં રમત રમવાની શરૂઆત કરી. દરેક સખીએ “આ મારો પતિ એમ કહી જુદા જુદા થાંભલા પકડી લીધા. ત્યારે આ મારા પતિ' એમ કહી રાજકુમારી હરિકેશ મુનિને વળગી પડી. તરતજ તેને લાગ્યું “આ થાંભલે ન હોય એટલે સામું જોયું. ત્યાં કદરૂપા ને બેડોળ શરીર વાળા સાધુને જોયા. એટલે થે શું કરતી તે રાજકુમારી દૂર ભાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com