________________
--
--
૧૯૮
મુનિશ્રી હરિકેશ મુનિના ભક્ત યક્ષથી આ ન ખમાયું એટલે તેણે રાજકુમારીને ભેંય નાખી દીધી. તેનું મોટું મરડી નાંખ્યું. શરીર કદરૂપું બનાવી દીધું. બધા ગભરાઈ ગયા. હવે શું થાય ! રાજાને ખબર પડી એટલે તે ત્યાં આવ્યા. ત્યારે યક્ષે કોઈના શરીરમાં આવી કહ્યું. જે આ કુંવરી આ મુનિને પરણે તોજ જીવાડીશ. રાજાએ તે કબુલ કર્યું. એટલે રાજકુમારી સાજી થઈને પિતાની આજ્ઞાથી ત્યાંજ રહી. તેણે રાતભર આ મુનિને લલચાવવા અનેક જાતના હાવભાવ કર્યા. પણ મુનિ ધ્યાનમાંથી ડગ્યા નહિ. સવાર થયું એટલે હરિકેશ મુનિ ધ્યાનમાંથી જાગ્યા. તેમને ભદ્રાએ વિનંતી કરી: આપ મારો સ્વીકાર કરે. મુનિ કહે. મારે સ્ત્રીને સહવાસ જોઈએ નહિ. સ્ત્રીને મેં ત્યાગ કરે છે. મુનિનો દૃઢ નિશ્ચય જોઈ રાજકુમારી ભદ્રા ઘેર ગઈ. તેણે બધી હકી કત પોતાના પિતાને જણાવી. રાજા વિચારમાં પડયા હવે શું કરવું ? ત્યારે રૂદ્રદેવ નામે રાજગોર ત્યાં બેઠો હતો. તેણે કહ્યુંઃ મહારાજ ! મુનિએ ત્યાગ કરેલી સ્ત્રી બ્રાહ્મણને ખપે. હવે બ્રાહ્મણ સિવાય કોઈને તે અપાય નહિ કારણ કે દેવનું બલિદાન દેવને પૂજારીજ લઈ જાય છે. રાજાને આ ઠીક લાગ્યું. એટલે તે કન્યા રાજગોરને આપી. રાજગોર શુદ્ધિ કરી તેને પરણ્યા. મનમાં ખુબ મલકાયાઃ હાશ ! રાજકુમારીને પરણ્યા. હવે લીલા લહેર થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com