________________
મુનિશ્રી હરિકેશ
૧૯૩
એટલે તેના પિતાએ કહ્યુંઃ નાલાયક ! તારૂં કાળું મહુ મને બતાવીશ નહિ. તારી મરજી પડે ત્યાં ચાલ્યા જા.
બહુ સારૂ કહી બળિયા ચાલ્યા. થોડે દૂર ઉકરડાના ઢગલા ઉપર જઈ બેઠા.
બધા ચડાળાને હરખ થયા.
હાશ! આજે દુષ્ટ ખળિયાના હાથમાંથી છુટયા.
બધા ચંડાળા ફરીથી આનંદ કરે છે.ત્યાં દૂર ફાડા સભળાયા. એક બૂમ મારીઃ અલ્યા ઝેરી સાપ ! બધા ઉઠીને ઉભા થઈ ગયા. એક બાજુ ઉભા રહ્યા. સાપ જરા પાસે આવ્યા એટલે એ જીવાનાએ લાકડી મારી તેને પૂરા કર્યાં. બધા મેલી ઉઠયા ઠીક કર્યું. આ સાપ કાઇને કરડયા હાત તા મેાતજ થાતને ! વળી તે આનંદ કરવા લાગ્યા. એવામાં ફરી બૂમ પડી સાપ ! સાપ ! ફરી બધા ઉભા થઈ ગયા. પણ જોયું તે ઝેર વિનાના સાપ ! એટલે એક બેલ્યાઃ અલ્યા ! કાઇને કરડે તેમ નથી. બિચારાને મારશા નહિ. થોડીવારમાં સાપ દૂર ચાલ્યા ગયા.
ખળિયાએ આ બને બનાવ કાળજીથી જોયા. તેને તરતજ વિચાર આવ્યાઃ આ ઝેરી સાપને મારી નાંખ્યા. ઝેર વગરનાને છાડી દ્વીધા. એટલે ઝેર વાળાને સહુ મારે છે ને ઝેર વગરનાને છેડી દે છે. બરાબર ! મને પણ એમજ થયું
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com