________________
મુનિશ્રી હરિકેશ
૧૯૧
ગાળ વિના તે ભાગ્યે જ વાત કરે છે. તેની રંજાડને પાર નથી. તેની સાથે રમવા આવનાર બળિયાના હાથને સ્વાદ ચાખ્યા વિના ભાગ્યેજ જોય છે. કેઈને તમા, કોઈને મુકી તે કોઈને બચકું એમ દરેકને તે કોઈને કાંઈ જરૂર ચખાડે છે. એટલે આખા ગામને તેના તરફ તિરસ્કાર છે. કોઈને આંખે દીઠોય તે ગમતું નથી.
એક વખત વસંત ઋતુ આવી. આખું જગત આનંદથી ઉભરાવા લાગ્યું. બધા ઝાડ નવાં પાંદડાંથી શોભવા લાગ્યા. ફુલઝાડ પરથી ફુલ લચી પડવા લાગ્યા. કોયલે આંબાપર ટહુકાર કરવા લાગી. હંસને બતકે નદી સરોવરનાં નીરમાં તરવા લાગ્યા. આ વખતે શહેરના લેકે વસંત ઋતુને ઉત્સવ ઉજવવા લાગ્યા.
તેઓએ સારાં સારાં પડાને ઘરેણું પહેર્યો. ટોળે મળી નગરના બગીચામાં ગયા. ત્યાં કઈ હીંચકા બાંધી હીંચવા લાગ્યા. કોઈ વીણા સારંગી ને નરઘાં વગાડતાં નાચ કરવા લાગ્યા. કોઈ હાર પહેરાવવા લાગ્યા. કઈ રંગની પીચકારીઓ ભરીને નેહીજન પર છાંટવા લાગ્યા. કેઈ અબીલ ને ગુલાલ ઉડાડવા લાગ્યા. કઈ જઈને હાજમાં નહાવા પડ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com