________________
મુનિશ્રી હરિકેશ
: ૧૯ નાનીશી નદી છે. તેના કિનારે મરેલા ઢોરનાં હાડકાં પડેલાં છે. પાસે આળાં ચામડાને ગંજ છે. તેની બદબોથી માથું ફાટે છે. આ નગરીનું નામ મૃતગંગા.
અહીં થોડી ભાંગીતૂટી ઝુંપડીઓ છે. તેમાં સમાજથી તિરરકાર પામેલા થોડા માણસે વાસ કરે છે. બાળકેટિ ચંડાળ નામે તેઓ ઓળખાય છે.
શહેરના સારા લત્તાઓમાં આ મનુષ્યને જવાને હક નથી. ભૂલ્ય ચૂકે તેમની છાયા પડી હોય તે પણ માણસે પિતાને અપવિત્ર થયા માને છે. શિક્ષણ તેમને સ્વમા જેવું છે. સમાજની આ કડવી લાગણીથી બિયારા અજ્ઞાનતામાં સબડે છે. મનુષ્ય હોવા છતાં પશુ જેવી હાલત ભગવે છે.
- આ ચંડાળાને એક સ્વામી છે. તેનું નામ બળકાટિ. તેને બે સ્ત્રીઓ છે. એકનું નામ ગારી ને બીજીનું નામ ગાંધારિ. ગૌરીને એક પુત્ર થે. તેનું શરીર ખુબ કદરૂપું છે. અંગ બધાં બેડોળ છે. તેની બેલી ઝેરથી ભરેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com