________________
૧૦૦
મહામંત્રી નિદાય.
જીવતર નકામું. માટે જવું પાટણ ત્યાંના રાજા ભલા છે. ત્યાંના મંત્રીઓ કાબેલ છે. ધર્મમાં પ્રીતિવાળા છે. રાજકૃપા. થાય તે ધર્મની સેવા કરી શકાય.
કેટલાક દિવાસ વહી ગયા. પાટણ જવાનો નિશ્ચય કર્યો. પર્ણાવતીનાં ઘરબાર વેચી નાખ્યા. જમીન જાગીર વેચી નાખી. આ પાટણ. નાનું સરખું ઘર લીધું. નાની સરખી દુકાન લીધી.
કમાવાની ચિન્તા નહતી. પૈસા જોઈએ તેટલા હતા. ઉદાયનને તે રાજદરબારે માન જોઈએ. રાજદરબારે પાન જોઈએ.
તેણે સેવાનાં વ્રત લીધાં. પ્રજાનું કંઈ કામ હોય તે ઉદાયન એમાં પહેલે. મહાજનનું કંઈ કામ હોય તે. ઉદાયન સૌથી આગળ. ગરીબોને મદદ કરે. બને તેટલી સેવા કરે.
ધીમે ધીમે જાણીતો થયો. લેકમાં માનીતો થયે. સારા સારા માણસ સાથે ઉદાયનને ઓળખાણું થઈ.
પાટણ ગુજરાતની રાજધાની. રાજા કર્ણદેવ રાય કરે. માછલ ને શેખીલે. રાજા માત્ર નામને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com