________________
૧૧૮
મહાસતી અંજન.
પવનને આ જોઈ વિચાર થયે. અહે! એક રાત્રિના વિજોગ માત્રથી આ ચકલીને આટલું બધું દુઃખ થાય છે, તે પરણીને પહેલી રાતેજ મેં જેને છોડી છે તેને કેમ થતું હશે ? પવનજીનું મન પલટાયું. તેને પહેલાને રેષ ટળી ગયું. તેણે પોતાના મિત્રને મનની વાત કહી. મિત્ર કહે, ભાઈ! લાંબા વખતે પણ સાચી હકીકત તારા જાણવામાં આવી તે સારું થયું. ખરેખર તારી સ્ત્રી સતી છે. તેણે વિધુતપ્રભના વખાણ કરેલા તે તેના સંયમના તેના તપના. હજી પણ કાંઈ બગડી નથી ગયું. તમે જઈને તેને ધીરજ આપે. તેની રજા લઈને પછી આગળ ચાલે. નહિતર તમારા વિગથી સુરતી એ સ્ત્રી મરણ પામશે. પવનજી કહે, હવે સ્ત્રીની રજા લેવા પાછા જઈએ તે લેકહસે અને મારા માતાપિતાને લાજવું પડે. ત્યારે મિત્ર કહે આપણે રાતોરાત છાનામાના જઈશું ને સવારે પાછા આવી જઈશું. પવનને એ વિચાર પસંદ પડે એટલે લશ્કર સેનાધિપતિને સોંપી ચાલી નીકળ્યા. આવીને અંજનાના મહેલના બારણે ઉભા.
અહીં અંજના એક પલંગમાં દુઃખથી સુરતી પડી છે. તેનું મોઢું કરમાઈ ગયું છે. ચોટલે વિખરાઈ ગયે છે. મનમાં નિસાસા મૂકે છે. હે નાથ ! સહાય કરજે, એવી ઘડીએ ઘડીયે પરમાત્માની પ્રાર્થના કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com