________________
સજર્ષિ પ્રસન્નચંદ્ર
૧૪૩ પગે ઉભા રહ્યા. બે હાથ ઉંચા રાખ્યા ને સૂરજના સામે નજર રાખી.
આ વખતે રાજા શ્રેણિક પિતાના પુરા ઠાઠથી પ્રભુ મહાવીરના દર્શન કરવાને ચાલ્યા. તેમના લશ્કરના મોખરે બે સિપાઈઓ ચાલે. તેમણે આ મુનિને જઈ વાતચીત ચલાવી. પહેલે કહે, ધન્ય છે આ મુનિરાજને ! આના જેવું ઉગ્ર તપ કેણ કરી શકે? ત્યારે બીજે બોલે અરે યાર ! એમાં એમણે શું મોટું કામ કર્યું? બિચારા બાળકને ગાદીએ બેસાડીને ચાલ્યા ગયા. મંત્રીઓને તેની દેખરેખ સાંપી. હવે તે મંત્રીઓ જ એનું કાસળ કાઢવા તૈયાર થયા છે. એ બાળકને મારીને રાજય લઈ લેશે એટલે એને વંશ જશે. ધિક્કાર છે એવા નિર્દય પિતાને. એમ કહી તેઓ આગળ ચાલવા લાગ્યા.
એવામાં મહારાજા શ્રેણિક પણ આવી પહોંચ્યા. તેમણે ધ્યાન ધરતા આ મહાત્માને જઈ ભક્તિ ભાવે પ્રણામ કર્યા. પછી આગળ ચાલ્યા. રસ્તામાં આ મુનિ કેવા મહાન છે એમ વિચાર કરવા લાગ્યા.
પ્રભુ પાસે જઈને તેમને વંદન કર્યું અને ઉપદેશ સાંભળવા લાગ્યા. પછી પ્રશ્ન કર્યો હે પ્રભુ !જયારે હું પ્રસનચંદ્રને પગે લાગે ત્યારે તેમણે કાળ કર્યો હોત તે શી ગતી થાત? પ્રભુ મહાવીર કહે, ખરાબમાં ખરાબ. [ સાતમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com