________________
ચંદન મલયાગિરિ
૧૬૯ દૂર આ વાતની કોને ખબર પડે? કોઈએ ન જાણ્યું કે આજે એક અબળા પર સબળાને જુલમ થયે છે. મલયાગિરિ ચોધાર આંસુએ રડે છે ને પકાર કરે છે પણ કોઈ એની મદદે આવતું નથી. સોદાગર જઈને પિતાના સાથને મળે ને મલયાગિરિને એક તંબુમાં નજરકેદ રાખી.
મલયાગિરિ વિચાર કરે છે. હવે મારી એક ઘડી પણ શી રીતે જશે? ગમે તેવી દુઃખી હાલતમાં પણ સ્વામીને અને વહાલાં બાળકોને સંગ આનંદ આપતે તેને પણ આ પાપીએ વિજેગ કરાવ્યું. હવે શું કરું? આપઘાત કરું? પણ ના, ના. આપઘાત કરવાથી શું ? હજી મારી પાછળ મારા પતિ ને પુત્રો છે. તે શોધખોળ કરશે. ભવિષ્યમાં ફરી પાછા મળીશું. મરવાથી શું તેમને મેળાપ થવાને છે ? આવો વિચાર કરી મલિયાગિરિ પ્રભુનું નામ લઇને દિવસો પસાર કરે છે.
સેદાગર તેને રીઝવવા નવી નવી વસ્તુઓ મોકલે છે પણ તે કાંઈ પણ સ્વીકારતી નથી. સેદાગર તેને અનેક જાતની ધમકીઓ આપે છે પણ તેનાથી તે ડરતી નથી. એક વખત સેદાગરે તેના પર જુલમ કરવાની તૈયારી કરી એટલે મલયાગિરિએ કહ્યું : અરે નાદાન ! આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com