________________
-
-
ચંદન મલયાગિરિ
૧૭૩
તાણ! પણ ચંદનરાજામાં કાંઈક અનેરૂં બળ આવ્યું છે. નદીના વેગની પરવા ન કરતાં તે સામે પાર જઈને ઉભા.
અહીં નીરને ઝાડ પર ચઢીને રહેવાનું કહ્યું ને સાયરને લેવા ફરી નદી ઉતરવા લાગ્યા. ચંદનરાજા થાકીને લેથપોથ થઈ ગયા. મહામુશીબતે અધી નદી ઉતર્યા. પણ પછી પગ ટળે નહિ માણસ ગમે તેટલે બળવાન હેય પણ કુદરત આગળ તેનું કેટલું બળ ચાલે! તે ધેધમાર નદીના વેગમાં તણાયા. તેમણે બહાર નીકળવાના ઘણયે તરફડીયા માર્યા પણ ગટ!નદીના પાણીમાં તણાતાં તણાતાં તેમના હતાશ હૃદયમાંથી એક દુહે સરી પડેઃ કહાં ચંદન કહાં મલયાગિરિ, કહાં સાયર કહાં નીર, જયમ ામ પડે વિપતડી ત્યાં ત્યમ સહે શરીર.
સાયર ને નીર બંને કિનારા પરથી ચીસ પાડી ઉઠયા. કઠોરના પણ કાળજાં ફાટે તેવી ચીસે હતી. પણ જંગલમાં કેણ મદદ કરે ? કેવળ તેમની ચીસેના પડઘા સંભળાવા લાગ્યા. રેઇ રેઈને આખી રાત બને ભાઈઓએ ઝાડ પરજ ગાળી.
બીજા દિવસે સવારે એક વણઝારે ત્યાં આવી પહએ. તેમણે સાયરને આ ગોઝારી નદીને પાર ઉતાર્યા.સાયર ને નીર બને મળ્યા. પણ હવે તેમણે ક્યાં જવું ને શું કરવું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com