________________
ચંદન મલયાગિરિ
૧૯ સેદાગર ઝંખવાણો પડી ગયું. રાજાએ તેને શિક્ષા કરી. હવે રાજાના આનંદને પાર રહ્યો નહિ. થોડા વખતમાં તેમણે પિતાનું કુસુમપુર નગર પાછું મેળવ્યું અને રાજધાની ત્યાંજ રાખી. નગરજનેને આથી ખુબ આનંદ થયે.
જગતની ચડતી પડતી જોઈને આખું રાજકુટુંબ ખબ કસાયું છે એટલે પ્રભુભકિત કદી વિસરતું નથી. પ્રભુભક્તિમાં લીન થઈને તેઓ દિવસ પસાર કરે છે.
એક વખત તે નગરના બગીચામાં મહાજ્ઞાની મુનિરાજ પધાર્યા. રાજાને તેની વધામણી મળી એટલે પિતાના કુટુંબ પરિવાર સાથે ખુબ ઠાઠથી વંદન કરવા ગયા.
મુનિરાજે અમૃતવાણીથી ઉપદેશ આપે મનુષ્ય ભવ મળ ખુબ કઠણ છે એટલે દરેક ક્ષણને સદુપયેગ કરો. જે મનુષ્ય પોતાના આત્માને પવિત્ર કરવામાં એ દરેક ક્ષણને ઉપયોગ કરે છે તેજ ખરો મનુષ્ય વગેરે મુનિરાજનું નિર્મળ ચારિત્ર અને સચોટ ઉપદેશ એટલે રાજારાણીને
આ ઉપદેશની ખુબ અસર થઈ. તેઓએ સાયર તથા નીરને રાજ્ય સોંપી આત્મકલ્યાણ કરવાનાં વ્રત લીધાં. જે આનંદ તેઓ બહારની વસ્તુમાંથી શોધતા હતા તે આનંદ હવે અંતરમાંથી મેળવવા લાગ્યા. સંયમ, તપ અને જ્ઞાન વડે તેઓએ પિતાના આત્માને પવિત્ર કર્યો. પવિત્ર આત્માઓને મરણને ડર શેને હોય !
शिवमस्तु सर्वजगतः।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com