________________
કાન કઠિયારે પણ શરૂ! અરે આ તે શ કાપ ? મેઘરાજા ખમૈયા કર. કાને મોટેથી બોલવા લાગ્યો.
રાત્રે પણ એમનું એમ. બીજા દિવસે પણ શરૂ અરે આ તે શે કોપ? મેઘરાજા ખમૈયા કર. કાને મોટેથી બોલવા લાગ્યું. બાપ ! કાલની તેં લાંધણ કરાવી. હવે આજ તો કૃપા કર. મારા નાથ ! જગનું તું જીવન કહેવાછ, મને નાહક શા માટે દુઃખી કરે છે ! પણ મેઘ કાંઈ થોડું સાંભળે છે! તે તો તડ તડ તડ જોરથી વરસવા લાગ્યો ને કોલ કરતાં પણ વધારે ભયંકર છે. આજે તે નદીઓ પણ બે કાંઠે આવી. સાંજ પડી પણ મેહ એમને એમ; રાત પડી પણ મેહ એમને એમ. હજી બાકી રહ્યું હોય તેમ મધરાતે પવન શરૂ થયે. સુસવાટા બોલાવ લાગે. કાન ટાઢે થરથરતા ઝુંપડીમાં બેઠા છે. ટાઢ ઉડાડવા લાકડાં સળગાવે છે. પણ શી રીતે સળગે ? કાણી ઝુંપડીમાં ઉપરથી પાણી ટપકે. બાજુમાંથી પવનના સુસવાટા બોલે !
અરે બાપ પવનદેવ ! તમને પણ આ શું સૂઝયું? મેહ રાજાએ અન્ન વગર રાખે. અને તમે આ ઝુંપડી વગર રાખશો કે શું? કાનાનું અનુમાન સાચું પડયું.પવનથી તેનું છાપરૂં ડોલવા મંડયું. હાણું વાતા પવનને એવો ઝપાટો આવ્યો કે તેની ઝુંપડી ભેય ભેગી થઈ. કાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com