________________
૧૮૧
કાન કઠિયારે આવા તાપમાં ઉઘાડા પગે ને ઉધાડા માથે! કાનાને એકદમ આશ્ચર્ય થયું. અને છતાં તેમનું મોટું કેટલું શાંત ને સુખી છે. શું તેમને તાપ નહિ લાગતું હોય! કાનાને કુતુહલ થયું. તે પાસે ગયે. મુનિ ધ્યાનમાં હતા. તેમના મુખ સામે જો તે ઉભો રહ્યો. થોડી વારે મુનિ ધ્યાનમાંથી ઉઠયા. તેમણે કઠિયારાને જોઈ ધર્મલાભ કહ્યો. પછી તેમણે પોશાક જોઈ હાલત પૂછી. કઠિયારે જવી હતી તેવી હાલત કહી સંભળાવી. એટલે મુનિ બોલ્યા ભાઈ! તારે આ હાલતથી ગભરાવું નહિ. માણસ ખરા દિલથી મહેનત કરે તેને બધું મળી રહે છે. પણ બાપજી! લેહીનું પાણું થાય એવી રીતે સવાર સાંજ સુધી મહેનત કરું છું. હવે એથી તે સાચા દિલે કેવી મહેનત ! મને તો નથી લાગતું કે આમ મહેનત કરવાથી ભાગ્ય કદી ઉઘડે !
મુનિ કહે, ભાઈ ઉતાવળ ન થા. અત્યારની મહેનત એકલી કામ આવતી નથી. સાથે પૂર્વભવની મહેનત(સારાં કર્મ) કામ કરે છે. તેં ગયા ભવમાં જોઇએ તેવી સારી મહેનત (પુણ્ય) નહિ કરેલી એટલે હાલ આ હાલત છે. જે આ વખતે તું કોઈ પણ પુણ્ય કરીશ તે તેનું ફળ સારું મળશે.
કાનાએ પૂછયું બાપજી! પુણ્ય શી રીતે થાય? મુનિ કહે,કાંઈક સારો નિયમ લેવાથી જેમકે હું કેઈજીવને મારીશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com